ઉના ની સ્વામિ નારાયણ શૈક્ષણીક સંકુલ ગુરૂકુળ માં ૩૫ મો શ્રાદ્ધ પર્વ મહોત્સવ યોજાયો ૧૧ કુંડી યજ્ઞ, અન્નકૂટ, મહાપ્રસાદ યોજાયો

ઉના ની સ્વામિ નારાયણ શૈક્ષણીક સંકુલ ગુરૂકુળ માં ૩૫ મો શ્રાદ્ધ પર્વ મહોત્સવ યોજાયો ૧૧ કુંડી યજ્ઞ, અન્નકૂટ, મહાપ્રસાદ યોજાયો
સમાચાર ઉના:
ઉના શહેર મા આવેલ શ્રીસ્વામિનારાયણ શૈક્ષણીક સંકુલ ગુરુકુળમા ૩૫મો શ્રાદ્ધ-પર્વ મહોત્સવ ગુરૂકુળના સ્થાપક સ્વામિ પૂ.શા.માધવદાસ સ્વામિના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ગુરુકુળના સંકુલમા યોજાયો હતો. સવારે ૧૧ કુંડી હોમાત્મક યજ્ઞમાં સંસ્થામાં અભ્યાસ કરતા ૩૦૦૦ વિધાર્થીએ યજ્ઞમાં આહુતિ આપી પિતૃ તર્પણ કર્યું હતું. ઘનશ્યામ મહારાજને (૫૨) પ્રકારની વાનગીનો અન્નકૂટ ધરાયો હતો. યજ્ઞ પૂર્ણ થયા બાદ ત્રણ હજાર વિધાર્થીઓ ૧૦૦થી વધુ અધ્યાપકો, સંતો, મહેમાનોએ સમૂહ મહાપ્રસાદ લીધો હતો.