ઉનાથી કચ્છમાં આશાપુરા માતાના મઢે જવા ૪૦ યુવાનો સંઘે પદયાત્રાનો પ્રારંભ કર્યો
(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.૧૦
ઉના શહેરમાં ફ્રૂટ અને શાક ભાજી વેચવાનું કાર્ય કરતા ૧૬ વરસથી ૬૦વરસ સુધી ના ભાઈઓ છેલ્લા ૨૪ વરસ થી માં શક્તિ પદ યાત્રા સંઘ દ્વારા કચ્છ માં આવેલ માં આશાપુરા માતા ના મઢે જાય છે. આ વખતે પણ જયેશ ભાઈ મજીઠીયાના નેતૃત્વ હેઠળ કચ્છમાં આવેલમાં આશાપુરા માતાના મઢ જવા ઊનાથી ૪૦થી વધુ યુવાનો વહેલી સવારે ત્રિકોણ બાગથીમાં આશાપુરા માતાજીની જયના નાદ સાથે પદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે ૧૩ દિવસમાં ૬૫૦ કિલોમીટર પૂર્ણ કરી તા.૨૨/૯/૨૫ ના પ્રથમ નોરતે કચ્છમાં આવેલમાં આશાપુરા માતાના મઢે પહોચી યાત્ર પૂર્ણ કરી પૂજા અર્ચના કરશે. આ પદ યાત્રા સંઘના યાત્રિકોની સેવા માટે જુદી જુદી જગ્યાએ લોકો જાેડાશે.


