વિરપુરમાંથી અપહરણ થયેલ 14 વર્ષીય બાળકીને સુરતના કીમથી છોડાવવામાં આવી..
વિરપુર, તા.૧૧
વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 14 વર્ષની બાળકીની અપહરણની ફરિયાદ નોંધાઈ હતી, જે અન્વયે વિરપુર પોલીસની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને અપહરણ કરનાર આરોપી પતિ પત્નીને સુરતના કીમ ચોકડી વિસ્તારમાંથી પકડી પાડેલ. ભોગ બનનારે નિવેદનમાં પોતાના પર દુષ્કર્મ આચાર્ય હોવાની કેફિયત.
બનાવની વિગતો મુજબ વિરપુર પોલીસ મથકે બાળકીને માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પોતાના માનેલા ભાઈ અને આરોપી જે મૂળ ગોંડલ તાલુકાના કમરકોટડા અને હાલ નવાગામ સુલતાનપુર રહેતા નરેશ પાટડીયા અને તેમની પત્ની મમતાબેન વિરપુર રક્ષાબંધન નિમિત્તે આવેલા જે બાદ ફરિયાદીને કહેવામાં આવેલ કે ગોંડલ કામ અર્થે જવું હોય જેથી સામાન ફેરવવાનો છે. જેથી તમારી દીકરીને મારી સાથે મોકલો આથી ફરિયાદીએ તેમની દીકરીને આરોપીઓ સાથે મોકલેલ ત્યારબાદ ફોન પર વાતચીતો ચાલુ રહેલ પરંતુ અચાનક આરોપીઓ પોતાનું મકાન નવાગામ સુલતાનપુર ખાતે નું ખાલી કરી અને ત્યાંથી જતા રહેલા ને ફોન બંધ કરી દીધેલ જે બાદ, પરિવારે આરોપીઓનો અને બાળકીનો સંપર્ક કરતા સંપર્ક થયો ન હતો, અંતે વીરપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતા કલમ 137 (2) ,54 મુજબનો અપહરણનોગુનો નોંધાયો હતો,
વીરપુર પોલીસના પોલીસ ઇન્સપેકટર એસ.જી. રાઠોડ, ASI નેહાબેન જોટાણીયા, UHC ધર્મેન્દ્રભાઈ ચાવડા, UHC વિજયભાઈ ભાઈ ગોહેલ, UHC કૌશિકભાઈ ચાચાપરા, AHC મથુરભાઈ વાસાણી, UHC ભરતસિંહ રાઠોડ, ડ્રા. ASI જગદીશભાઈ વાઘમસીએ તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી હતી, ટેકનિકલ તથા હ્યુમન સોર્સના માધ્યમથી સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના કીમ ચોકડી વિસ્તારમાંથી પોલીસને માહિતી મળતા પોલીસે શોધી કાઢી, આરોપી નરેશ ઉર્ફે રાજુ કાળુભાઈ પાટડીયા તેમજ તેમની પત્ની મમતા નરેશ ઉર્ફે રાજુ પાટડીયા બન્ને રહે ગોંડલ તાલુકાના કમરકોટડા ગામે, પોલીસે આરોપી તેમજ ભોગ બનનારને વિરપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ જે બાદ ભોગ બનનાર 14 વર્ષીય બાળકીનું પોલીસે નિવેદન લેતા તેમના પર બે વાર દુષ્કર્મ તેમના માનેલા મામાએ આચરેલું, જેમાં તેમની પત્નીએ પણ સાથ આપેલો અને દુષ્કર્મ વખતે તે પણ સામે હોવાનું જણાવ્યુ હતું, પોલીસે નિવેદન પરથી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


