જલારામભક્તિધામ અને ગિરનારી ગ્રુપની સેવાનો સુંદર સમન્વય : પરપ્રાંતિય યાત્રાળુઓને મુશ્કેલીમાં આપ્યો સહારો
જુનાગઢ : હિમાચલ પ્રદેશમાંથી ૭૦ યાત્રાળુઓની બસ સોમનાથ મહાદેવની યાત્રાએ નીકળી હતી ત્યાંથી
પાછાં ફરતી વખતે જુનાગઢ નજીક આવતાં એક યાત્રાળુને તબિયત બગડી તેથી હવે આગળની
મૂસાફરી જોખમી લાગી. જુનાગઢમાં કોઈ આશરો આપે તેવી જગ્યાની તપાસ કરતાં તેમને
કોઈએ જલારામભક્તિધામ પહોંચવા રસ્તો બતાવ્યો. ૭૦ યાત્રાળુઓની વ્યવસ્થા કરવાની છે
એવા સમાચાર ગિરનારી ગ્રુપને મળતા સેવા માટે સતત તત્પર એવા તેના સેવાભાવી સેવકો
મંદિરે મારતે ઘોડે પહોંચી ગયા. બિમાર યાત્રિકને પેરાલિસિસનો એટેક હતો તેને કે.જે.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાકીના યાત્રિકોને આ ગ્રુપે હિંમત આપી અને રહેવા
જમવાની બિલકુલ ચિંતા ન કરે એવો સહારો આપ્યો. યાત્રાળુ માટે વિશિષ્ટ વાનગી સાથે
ભોજન વ્યવસ્થા કરી, મંદિરમાં સુવા કરવાની સરસ વ્યવસ્થા કરી આપી.
યાત્રાળુઓ પરપ્રાંતિય હતા, ગુજરાતી જાણતા ન હતા છતાં બધા બહુ જ આનંદમાં આવી
ગયા. તેઓ બધા ભક્તજનો હતા. એવા તો તેમની ભાષામાં એવા સંત કીર્તન કર્યા કે મંદિર ગુંજી
ઉઠ્યું. આસપાસનું વાતાવરણ ધર્મસભર બની ગયું. પણ તેઓ જલારામબાપા વિશે કશું જ
જાણતા ન હતા. જોગાનુજોગ આ ગુરુવારનો દિવસ હતો એટલે મહિલા સત્સંગ પણ ચાલતો હતો.
ભક્તિધામ મહિલા મંડળના પ્રમુખ લીનાબેન ખખખરે તેમને માહિતી આપી સમજાવ્યા કે એ એવા
સંતનું મંદિર છે...


