યુધ્ધને કારણે દુબઈમાં સર્વત્ર સન્નાટો : કમાણીમાં ૮૦ ટકાનો ઘટાડો

યુધ્ધને કારણે દુબઈમાં સર્વત્ર સન્નાટો : કમાણીમાં ૮૦ ટકાનો ઘટાડો

દુબઈ,તા.૦૬:
પશ્ચિમ એશિયામાં યુદ્ધની અસર દુબઈના પર્યટન પર સ્પષ્ટપણે દેખાય છે. એક સમયે ૨૦૨૫ માં લાખો પ્રવાસીઓનું સ્વાગત કરતું શહેર હવે ખાલી હોટલો અને વેરાન રેસ્ટોરાંથી ઝઝૂમી રહ્યું છે. આવકમાં ૫૦-૮૦ ટકા ઘટાડો થયો છે, અને હોટેલનો કબજો ૧૫-૨૦ ટકા ઘટી ગયો છે. ૨૨૬,૦૦૦થી વધુ બુકિગ રદ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે ઘણા વ્યવસાયોને કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલવા પડ્યા છે.
વિશ્વના સૌથી વ્યસ્ત પર્યટન સ્થળોમાંનું એક દુબઈ, પમિ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઊંડા સંકટનો સામનો કરી રહ્યું છે. ગયા વર્ષે (૨૦૨૫) ૧૯.૫૯ મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સ્વાગત કરનાર આ શહેર હવે ખાલી હોટલો, ખાલી રેસ્ટોરાં અને સ્થગિત હવાઈ ટ્રાફિકનો સામનો કરી રહ્યું છે. પ્રવાસન ઉદ્યોગના અધિકારીઓના મતે, આવકમાં ૫૦ ટકા થી ૮૦ ટકા ઘટાડો થયો છે.