જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારીઓ સાથે રૂા.1.59 કરોડની છેતરપીંડી - ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.24
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારીઓ પાસેથી ખેત જણસના પૈસા આપી દેશે તેવો વિશ્વાસ આપી ખરીદી કરી રૂા.1.59 કરોડની છેતરપીંડી કર્યાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડીવીઝન પોલીસ મથકે ડેનીશભાઈ નરેશભાઈ પટોળીયાએ મનસુખભાઈ દેવશીભાઈ બોરડ અને જસ્મીનભાઈ મનસુખભાઈ બોરડ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી શ્રી એન્ટરપ્રાઈઝ પેઢી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ચલાવી ખેત પેદાશોની જણસી લે-વેચ કરી કમીશન એજન્ટ તરીકે વેપાર ધંધો કરતા હોય અને આરોપીઓ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં રૂપાલી ટ્રેડર્સ અને રીધ્ધી સિધ્ધી એન્ટરપ્રાઈઝના નામથી પેઢી ચલાવી વેપાર ધંધો કરતા હોય અને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ખરીદ કરેલ ધાણાના પૈસા આપી દેશે તેવો ભરોસો અને વિશ્વાસ આપી ફરીયાદીની પેઢીમાંથી અવાર નવાર ધાણાની ખરીદી કરી ખરીદ કરેલ ધાણાના રૂા.19, 87,202 ફરીયાદીને નહી આપી તથા માર્કેટીંગ યાર્ડના અન્ય સાહેદો-કમિશન એજન્ટો પાસેથી આરોપીઓએ અવાર નવાર ધાણાની ખરીદી કરી કુલ રૂા.1,59,86,824ની છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.


