અમદાવાદ શહેરમાં ડ્રગ પેડલરોનું આવી બનશે : મિલ્કત જપ્તીની કાર્યવાહી થશે

અમદાવાદ શહેરમાં ડ્રગ પેડલરોનું આવી બનશે : મિલ્કત જપ્તીની કાર્યવાહી થશે

(બ્યુરો)       અમદાવાદ, તા. ૧૯
છેલ્લા પાંચ વર્ષમાં નાર્કોટિક્સના કેસ સાથે સંકળાયેલા ૯૫૧ લોકોને અમદાવાદ શહેર પોલીસે, પોલીસ હેડક્વાર્ટરના મેદાન ખાતે બે દિવસ ચાલેલી ઝુંબેશ દરમિયાન રાઉન્ડઅપ કર્યા હતા અને જો તેઓ ફરી ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ થશે તો તેમની મિલકતો જપ્ત થઈ શકે છે, તેવી કડક નોટિસ આપી હતી. વર્ષ ૨૦૨૮ના અંત સુધીમાં ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાનાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં તાજેતરનાં સંકલ્પ બાદ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 
મુખ્ય આરોપીઓ, સપ્લાયરો અને વિતરણ નેટવર્કની માહિતી મેળવવા માટે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG), ક્રાઈમ બ્રાન્ચ, શહેરનાં તમામ આઠ ઝોન અને સ્થાનિક પોલીસ સ્ટેશનોના કર્મચારીઓએ શંકાસ્પદોને બોલાવીને તેમની પૂછપરછ કરી હતી.