સાળંગપુર હનુમાનજી મંદિરે ૨૦૦ કિલો જામફળનો અન્નકૂટ ધરાવાયો

સાળંગપુર હનુમાનજી મંદિરે ૨૦૦ કિલો જામફળનો અન્નકૂટ ધરાવાયો

સાળંગપુર તા.ર૯
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી નીપ્રેરણાથીતા.૨૯-૧૧-૨૦૨૫, શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ચાંદીનો મુકુટ, વૃંદાવનમાં બનેલા વાઘા  પહેરાવ્યા અને  ૨૦૦ કિલો જામફળનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા  અને શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ કરી હતી. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને  સિલ્કના કાપડના વૃંદાવનમાં એમ્બ્રોઇડરી વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા પહેરાવ્યા  અને સેવંતીના ફુલનો હાર ધરાવવામાં આવ્યો હતો.