વેનેઝુએલાની બોટ પર અમેરીકાએ હુમલો કર્યો : ૧૧ના મોત

વેનેઝુએલાની બોટ પર અમેરીકાએ હુમલો કર્યો : ૧૧ના મોત

(એજન્સી)      વોશિંગ્ટન તા.૦૫
અમેરિકન સેનાએ વેનેઝુએલાની એક બોટ પર હુમલો કર્યો જેમાં ૧૧ લોકો 
માર્યા ગયા હતા. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ 
એવો ખુલાસો કર્યો છે કે ટ્રમ્પે પોતે બોટ પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.

આ હુમલો કેરેબિયન સાગરમાં થયો હતો. રુબિયોએ કહ્યું કે જો તેઓ ઇચ્છતા હોત તો બોટ કબજે કરી શક્યા હોત, પરંતુ ટ્રમ્પે તેને ઉડાવી દેવાનો આદેશ 
આપ્યો હતો. રુબિયોએ કહ્યું કે ફક્ત ડ્રગ શિપમેન્ટ જપ્ત કરવાથી કાર્ટેલ પર કોઈ અસર થશે નહીં. જો આપણે તેને ખતમ કરવા માંગતા હોઈએ, તો આપણે તેમને ઉડાવી દેવા પડશે.