લકઝરી હોમ રેસમાં વિશ્વના ટોચના ૧૦ શહેરોમાં મુંબઈનો સમાવેશ
મુંબઇ: તા.૨૬:
‘પ્રાઈમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સ‘ રિપોર્ટ અનુસાર, ૨૦૨૬ ના બીજા ક્વાર્ટર (Q2)માં મુંબઈના લક્ઝરી અને પ્રાઇમ રહેણાંક મિલકતના ભાવમાં ર્વાષિક ૬.૨ ટકા નો વધારો નોંધાયો છે. આ પ્રભાવશાળી ઉછાળા સાથે, મુંબઈ વિશ્વભરના ૪૬ મુખ્ય રિયલ એસ્ટેટ બજારોમાં આઠમા સ્થાને પહોંચી ગયું છે અને વૈશ્વિક ટોચના ૧૦ શહેરોમાં તેનું મજબૂત સ્થાન સ્થાપિત કર્યું છે. રિપોર્ટ અનુસાર, મુંબઈમાં પણ ૧.૭ ટકા ત્રિમાસિક ભાવ વધારો જોવા મળ્યો છે, જે ભારતીય પ્રીમિયમ હાઉસિગની વધતી માંગ અને વૈશ્વિક રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણકારોના અતૂટ વિશ્વાસને પ્રતિબિબિત કરે છે.


