ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જાેઈએ : એનડીએના બે સાથી પક્ષોએ પણ માંગણી કરી
(એજન્સી) નવી દિલ્હી તા.૨૬:
SIR વિવાદમાં ચુંટણીપંચમાં મતભેદો હતા તથા બે ચુંટણી કમિશ્નરોને ઉદેશીને પણ મુખ્ય ચુંટણી કમિશ્નરે ર્નિણય લીધા હતા તેવા ઘટસ્ફોટ બાદ હવે મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર સામે વિપક્ષોએ બાયો ચડાવી છે તથા તેઓના રાજીનામાની માંગણી સાથે ચુંટણીપંચની નિષ્પક્ષતા સામે પણ અને SIR પ્રક્રિયામાં ગડબડની તપાસની માંગ કરી રહ્યા છે.
તેમાં હવે એનડીએમાં પણ નવા સુર સાથ આપવા લાગ્યા છે. ગઈકાલે જ લોકજનશક્તિ પાર્ટીના પક્ષ તથા કેન્દ્રીય મંત્રી ચીરાગ પાસવાને ચુંટણીપંચે સ્પષ્ટતા કરવી જોઈએ તેવું વિધાન કર્યુ પછી જનતાદળ (યુ)ના બિહાર એકમના વડા અને રાજયસભાના સાંસદ દેવેન્દ્ર કુશવાહાએ ચુંટણીપંચના કારણે લોકોમાં દ્વીધા સર્જાઈ છે તેવું જણાવી પંચે સ્પષ્ટ વલણ અપનાવવું જોઈએ તેવી માંગણી કરી છે.
તો સરકારના વધુ એક સાથે તેલુગુ દેશમ એ પણ ‘‘SIR’’ને આંધ્રપેદાશમાં સફળ ગણાવવાની સાથે ઉમેર્યુ કે જે કંઈ પ્રશ્નો સર્જાયા છે તેમાં ચુંટણીપંચ સ્પષ્ટતા કરવી જોઈએ. આમ એનડીએમાં દબાતા સુરે પણ ચુંટણીપંચ સામે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે અને હવે ભાજપ તેમાં કેટલું ડેમેજ કંટ્રોલ કરી શકે છે તે મહત્વનું બની જશે.


