સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ભીષણ ગરમીથી ભારતમાં ૧પ હજારથી વધુ લોકોના મોત થશે : અહેવાલ
નવી દિલ્હી તા.ર૬
અલ નિનો હવે સુપર અલ નિનોમાં પરિવતિર્ત થઈ ગયો છે. વિશ્વ હવામાન સંગઠન (WMO) એ સપ્ટેમ્બર ૨૦૨૬ માં આ વાતની પુષ્ટિ કરી હતી. દરમિયાન, શિકાગો યુનિવસિર્ટી ખાતે ક્લાઈમેટ ઈમ્પેક્ટ લેબનો તાજેતરનો અહેવાલ આર્યજનક બન્યો છે. આ અહેવાલ મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૬ થી ફેબ્રુઆરી ૨૦૨૭ વચ્ચે ભારે ગરમીને કારણે ભારતમાં આશરે ૧૫,૮૦૦ વધારાના મૃત્યુ થઈ શકે છે.તે જ સમયે, વિશ્વભરમાં વધારાના ૪૫૧,૦૦૦ મૃત્યુની અપેક્ષા છે. અહેવાલમાં ગરમીમાં ૪૪ ટકા વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે. આ વાતાવરણમાં પરિવર્તન રવિ પાકને પણ અસર કરશે. ડાંગર પછી, ઘઉં, સરસવ, ચણા અને કઠોળ જેવા પાક પણ હવામાનથી પ્રભાવિત થવાની પ્રબળ સંભાવના છે.


