સુરેન્દ્રનગરના વડગામ નજીક ટ્રક પાછળ ઈકો ઘુસી જતા ૩ના મોત

સુરેન્દ્રનગરના વડગામ નજીક ટ્રક પાછળ ઈકો ઘુસી જતા ૩ના મોત

(બ્યુરો)         સુરેન્દ્રનગર તા.૨૬
સુરેન્દ્રનગરના વડગામ અને પાનવા ગામ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં રોડ પર ઉભેલા ટ્રક પાછળ ઇકો ગાડી ઘૂસી જતાં તેમાં સવાર બે લોકોના મોત થયાં છે. આ ઘટના બાદ ડરીને ભાગવા જતા ઘટના સ્થળેથી ૪૦૦ મીટર દૂર ખેતરમાં ઝટકા મશનીનો કરંટ લાગતા ટ્રકના ક્લિનરનું પણ પણ મોત નીપજ્યું છે. આમ આજની સવાર ત્રણ લોકો માટે આખરી સાબીત થઈ છે. બીજી તરફ ટ્રકનો ડ્રાઈવર પણ ઘટનાસ્થળેથી ભાગી છુટયો છે.
ઇકો ગાડીમાં સવાર લોકો વિરમગામથી શંખેશ્વર જઈ રહ્યાં હતા. તે દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો. ઇકો ગાડીમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે, જ્યારે બીજાનું સારવારમાં લઇ જતાં સમયે રસ્તામાં મોત નીપજ્યું હતું.