તા.ર ઓકટોબરે ગુજરાતના ૬૦૦ વેપારી સંગઠનો યુપીઆઈથી પેમેન્ટ નહીં સ્વીકારે
અમદાવાદ, તા.૨૬
યુપીઆઇ પેમેન્ટ પર ચાર્જ વસુલવાની જાહેરાત સામે ઉગ્ર વિરોધ સર્જાયો છે. ૨ ઓક્ટોબર ગાંધી જયંતિએ ‘નો યુપીઆઇ-ડે‘ જાહેર કરીને આ દિવસે યુપીઆઇથી પેમેન્ટ નહીં સ્વીકારવાનું દેશવ્યાપી એલાન આપવામાં આવ્યું છે. ગુજરાતના ૬૦૦ વેપારી સંગઠનોએ પણ તેમાં જોડાવાનું જાહેર કર્યું છે.
રાજકોટ સહિત રાજ્યભરના જુદા-જુદા ૬૦૦ જેટલા વેપારી સંગઠનોએ યુપીઆઇ પેમેન્ટ પર ચાર્જ સામે ગાંધી જયંતિના દિવસે યુપીઆઇથી નાણાં નહીં લેવાનું જાહેર કર્યું છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું કે કરિયાણા, ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, રેડીમેડ ગારમેન્ટસ, ઇલેક્ટ્રીક્લ્સ, ઓટોમોબાઇલ્સ, એફએમસીજી સહિત તમામ ક્ષેત્રોના વેપારીઓ બે ઓક્ટોબરના રોજ યુપીઆઇ પેમેન્ટ નહીં સ્વીકારે, નાના ગામોના વેપારીઓ પણ અલિપ્ત રહેશે.


