પાક. વડાપ્રધાન શાહબાઝ શરીફે યુનોમાં ભારતને યુધ્ધની ધમકી આપી : કાશ્મીરને ગળાની નસ ગણાવ્યું

પાક. વડાપ્રધાન શાહબાઝ શરીફે યુનોમાં ભારતને યુધ્ધની ધમકી આપી : કાશ્મીરને ગળાની નસ ગણાવ્યું

(એજન્સી)           ન્યૂયોર્ક તા.૨૬
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને યુદ્ધની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે ભારત સિંધુ નદીનું પાણી ન રોકે. પાણી રોકવાના પ્રયાસને પાકિસ્તાન યુદ્ધની કાર્યવાહી માનશે.
શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો. શહબાઝે કહ્યું કે કાશ્મીર અમારા માટે ગળાની નસ સમાન છે. હકીકતમાં, ગળાની નસ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે. તેના કપાઈ જતાં જ માણસનું મૃત્યુ થઈ જાય છે.
શહબાઝ શરીફે ગત વર્ષે થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ગયા વર્ષે થયેલા યુદ્ધમાં ફીલ્ડ માર્શલ આસિમ મુનીરના નેતૃત્વમાં પાકિસ્તાની સેનાએ ભારતને પાઠ ભણાવ્યો હતો અને જીત મેળવી હતી.
શરીફના દાવા પર સંયુક્ત રાષ્ટ્રમાં ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે કહ્યું કે આખી દુનિયા સામે સેટેલાઇટ તસવીરો અને પુરાવા ઉપલબ્ધ છે કે ભારતીય કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના સૈન્ય એરબેઝ તબાહ થયા હતા.
તેમણે કહ્યું કે જો તબાહ થયેલા રનવે અને બળી ગયેલા હેંગર પાકિસ્તાનને જીત જેવા લાગે છે, તો તે આ કાલ્પનિક જીતની ઉજવણી કરવા માટે સ્વતંત્ર છે.