લાપત્તા વ્યક્તિઓના કેસમાં તાત્કાલીક એફઆઈઆર કરવા સુપ્રિમ કોર્ટનો આદેશ

દેશના દરેક પોલીસ સ્ટેશનને એક જ પ્લેટફોર્મ પર જાેડતું ઓલ ઈન્ડિયા ગ્રીડ બનાવવા ગૃહ મંત્રાલયને આદેશ આપ્યો

લાપત્તા વ્યક્તિઓના કેસમાં તાત્કાલીક એફઆઈઆર કરવા સુપ્રિમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી તા.23:
દેશમાં આશરે 47,000 બાળકો હજુ પણ લાપતા હોવાનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટે દેશભરના પોલીસ સત્તાવાળાઓને લાપતા વ્યકિતઓના કેસમાં તાકીદે એફઆઇઆર દાખલ કરવાનો તથા માનવ તસ્કરી વિરોધી એકમોને ચાર સપ્તાહમાં સંપૂર્ણપણે કાર્યરત કરવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે સખત નારાજગી વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે આવા બાળકો ઘણીવાર આંતરરાજ્ય સંગઠિત માનવ તસ્કરી ગેંગોના ભોગ બને છે. ખંડપીઠે જણાવ્યું હતું કે ભારત સરકારના ગૃહ મંત્રાલયને દેશના દરેક પોલીસ સ્ટેશનને એક જ પ્લેટફોર્મ પર જોડતું ઓલ ઈન્ડિયા ગ્રીડ બનાવવાનો આદેશ આપવામાં આવે છે, જેમાં માનવ તસ્કરી, ગુમ થયેલા બાળકો અને મહિલાઓ માટે વિશેષ પોર્ટલ હશે.