ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, આચારસહિંતા નો અમલ શરૂ

મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એકજ તબ્બકામાં યોજાશે

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, આચારસહિંતા નો અમલ શરૂ

ગાંધીનગર તા.01
આજ રોજ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે ચૂંટણીનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં માટેની શરૂઆત તા. 06-04-2026થી થશે. જયારે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11-04-2026 છે. તેમજ મહાનગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એક જ તબ્બકામાં યોજવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીનું મતદાન તા. 26-04-2026ના રોજ યોજાશે અને ચૂંટણીનું પરિણામ તા. 28-04-2026ના રોજ જાહેર કરવામાં આવશે. આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે આજ થી આચારસંહિતાનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.