જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે મોડી રાત્રે આધેડની હત્યા : તપાસનો ધમધમાટ
(ડેસ્ક) જૂનાગઢ તા.૧૭
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે હત્યાનો બનાવ બનવા પામેલ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી અને તપાસની કામગીરી હાથ ધરી છે. આ બનાવ અંગે પ્રાથમીક મળતી વિગત અનુસાર જૂનાગઢના ખડીયા નજીક ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સામે આવેલી અવાવરૂ જગ્યા છે ત્યાં મૃતદેહ પડયો હોવાની જાણ આજે સવારે પોલીસને કરતા પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી ગયો છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તેમજ તાલુકા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમીક વિગતો મુજબ રફીકશા રફાઈ રહે. ડુંગરપુર વાળાનો આ મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા અંગેની જાણ મૃતકના પરિવારજનોને પણ કરવામાં આવી છે. મોડીરાત્રે હત્યાનો આ બનાવ બન્યો હોવાનું મનાય છે અને લાકડી તેમજ ધોકાનો માર મારી કોઈએ હત્યા કરી હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ સામે આવ્યું છે આ બનાવના અનુસંધાને પોલીસ દ્વારા શકમંદોની પુછપરછ કરવામાં આવી રહી છે. અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


