માણાવદરના ભૂદેવો દ્વારકા ખાતે ૨૭ કુંડી શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ યોજાઈ ગયો
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૭
શ્રી દ્વારકાધીશ અને અરબી સાગરની સાક્ષીએ માસ્તર માં થી મહાત્મા થયેલા પૂજ્યપાદ શ્રી મન નથુરામ શર્માજી (આનંદ આશ્રમ બીલખા વાળા)ના ૧૬૯ પ્રાગટય દીને આસો સુદ ચોથ ચોથે નોરતે તા.૧૪-૧૦-૨૦૨૬ને બુધવારે સવારે ૨૭ કુંડી શ્રી ગો ગાયત્રી યજ્ઞ યાગ રાધે ફાઉન્ડેશન નું મેદાન, શ્રી ગીતા મંદિર પાસે દ્વારકા ખાતે યોજાઈ ગયો. શ્રી ગો ગાયત્રી યજ્ઞ યાગ ના સંયોજક મયૂર રાવલે માહિતી આપી કે છેલ્લા ૧૧ વર્ષ થી દ્વારકાની વિખ્યાત દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સંસ્થા રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન દ્વારકા ના માનસિક દિવ્યાંગ બાળકો (દેવદૂતો), વાલીઓ અને ગો પ્રેમીઓ સંચાલક રસિકભાઈ છાયાની રાહબારી હેઠળ વિના મૂલ્યે ૨૭કુંડી શ્રી ગો ગાયત્રી યજ્ઞ યાગમાં ૩૧ દેવદૂતો, વાલીઓ સહિત ૬૧ વ્યક્તિઓએ લીધો. માણાવદરના બ્રહ્મ પુત્રમાં નર્મદા પ્રેમી ગો ઉપાસક મયૂર રાવલ ૨૭ કુંડી શ્રી ગો ગાયત્રી યજ્ઞ યાગનું સંચાલન કર્યું. ગોમતી જળ અને ગંગાજળથી પવિત્રી કરણ થયા બાદ ગૌમાતા, નંદી બાબા વંદના, ગણેશ વંદના, સદગુરૂ વંદના, ગોમતી મૈયા વંદના, શ્રી દ્વારકાધીશ વંદનાથી ૨૭કુંડી ગો ગાયત્રી યજ્ઞ યાગનો પ્રારંભ થયો હતો. શ્રી દ્વારકા ના વિદ્વાન બ્રહ્મ દેવ પૂજ્ય જયપ્રકાશ ભાઈ ઠાકર પ્રધાન આચાર્ય પદે સેવા આપી. શ્રી ગણેશ મંત્ર માળા હોમ, શ્રી ગાયત્રી મંત્ર માળા હોમ, શ્રી હનુમાન ચાલીસા ચોપાઈ હોમ શ્રી ચામુંડા માતા મંત્ર હોમ, શ્રી નારાયણ મંત્ર હોમ , શ્રી સુરભી ગો મંત્ર હોમ સાહિત ૩૦,૫૦૦ આહુતિ ઓ અર્પણ થઈ. જાણીતા સ્શ્લોકી કથાકાર અને આનંદ આશ્રમ પાલડી અમદાવાદ વાળા પૂજ્ય પ્રદીપભાઈ જોશીજી, ભારત સરકાર ના કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દીય મંત્રી ડો. વલ્લભ ભાઈ કથિરિયાએ શુભ કામના પાઠવી હતી.નર્મદા પરિક્રમા વાસી દંપતી કિશોરભાઈ વિઠલાણી,શ્રી ગૌરી ગોશાળા અને અન્ન ક્ષેત્ર વાળા પૂજ્ય પૂનમ દીદી,કર્મ યોગી શિક્ષક શ્રી બાઈ એજયુકેશન ટ્રસ્ટ વાળા કિરીટ ભાઈ યાદવ, શ્રી શારદાપીઠ કોલેજ દ્વારકાના પ્રોફેસર જગદીશ સર ટાંકોદરા તથા અન્ય મહેમાનો ખાસ દર્શને આવ્યા હતા. પૂજ્ય પૂનમ દીદી એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.યજમાન પરિવારે શાલ અને અતિથિ સાધુ વંદના કરી હતી.આભાર વિધિ સંસ્થા ના મુખ્ય સંયોજક રસિકભાઈ છાયાએ ગુરૂ ગુણગાન સાથે આભાર વિધિ કરી હતી. દેવદૂતોએ ખાસ દ્વારકાના પોષકમાં સજ્જ બની ઉત્સાહ સાથે જોડાયા હતા.


