તાલાલા ખાંડ ફેકટરી બોર્ડનું વિસર્જન : વહીવટદાર શાસનની નિમણુંક : સહકારી ક્ષેત્રે ખળભળાટ
તાલાલા,તા.૮:
સહકારીતા ક્ષેત્રે ખળભળાટ મચાવતી ઘટનામાં આજે તાલાલા ખાંડ ફેકટરી બોર્ડનું વિસર્જન કરી નાખી વહીવટદાર શાસન મુકાઈ ગયું છે. ખાંડ ફેકટરીના ચૂંટાયેલા બોર્ડની મુદ્દત અઢી વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગઈ હતી. પરંતુ તેમ છતા નિયમ મુજબ સામાન્ય ચૂંટણી નહીં યોજાતા વહીવટદાર શાસન મુકાઈ ગયું છે. આમ તાલાલા ખાંડ ફેકટરીમાં વહીવટદાર શાસન લાદીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તાલાલા સુગર બોર્ડ સુપરસીડ કરી નાખવામાં આવ્યું છે. અમરેલી જીલ્લા રજીસ્ટ્રારને તાલાલા ખાંડ ફેકટરીના કસ્ટોડીયન બનાવવામાં આવ્યા છે. ખાંડ ફેકટરીમાં ૧૩ વર્ષ બાદ વહીવટદાર શાસન આવતા સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને એવો સવાલ ઉઠી રહ્યો છે કે, અન્ય પણ ઘણા બોર્ડ કાર્યરત છે ત્યારે તાલાલા ખાંડ ફેકટરીનું બોર્ડ જ કેમ વિખેરી નાખવામાં આવ્યું છે ?


