સુરતના સચીનમાં કેમિકલ વેરહોઉસમાં ભીષણ આગ, એક બાદ એક ધડાકાથી વિસ્તાર ધ્રુજી ઉઠ્યો

સુરતના સચીનમાં કેમિકલ વેરહોઉસમાં ભીષણ આગ, એક બાદ એક ધડાકાથી વિસ્તાર ધ્રુજી ઉઠ્યો

સુરતના સચિન હોજીવાળા વિસ્તારમાં આવેલી એથર કંપનીના વેરહોઉસમાં ભીષણ અઘ ફાટી નીકળી છે. કેમિકલના ડ્રમ ફાટતાં એક બા એક 30થી વધુ ધડાકા થતા સમગ્ર વિસ્તાર ધ્રુજજી ઉઠ્યો હતો. આજ્ઞા ધુમાડાના ગોટેગોટા 5 કિ.મી.દૂરથી પણ દેખાય હતા અને આગ આજુબાજુની ચાર જેટલી મિલ અને ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે. પોલીસ દ્વારા 1 કિ.મી. વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ બોઇલર બ્લાસ્ટના કારણે કંપનીનો એક ભાગ ધરાશયી થયો છે, જોકે હાલ સુધી કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી.