જમ્મુ-કાશ્મીરથી આસામ સુધી ચોમાસાએ તબાહી મચાવી : 43ના મોત
નવી દિલ્હી તા.20:
ચોમાસાના પ્રકોપે દેશના ઉત્તર, પૂર્વ અને ઉત્તરપૂર્વીય ભાગોમાં તબાહી મચાવી છે. વિવિધ રાજ્યોમાં મુશળધાર વરસાદ, અચાનક પૂર અને મોટા પાયે ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 43 લોકો માર્યા ગયા છે. આસામથી લઈને જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડ સુધી પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ આક્રમક ચોમાસું આગામી અઠવાડિયા સુધી ચાલુ રહેશે.
ઉત્તર અને પૂર્વ ભારતમાં કુદરતનું સૌથી ખતરનાક સ્વરૂપ જોવા મળ્યું છે. આ વિસ્તારોમાં જ 22 લોકોના અકસ્માતોમાં મોત થયા છે. જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને રાજાૈરી જિલ્લામાં શનિવારે રાત્રે વાદળ ફાટવાથી આવેલા ભયંકર પૂરને કારણે ભારે વિનાશ થયો છે. કાટમાળ અને વહેતા નાળાઓએ ઘણા રસ્તાઓ બંધ કરી દીધા છે, જે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે.


