ઈ-પેટ્રોલ વિવાદ વકર્યો : સરકાર હવે E-25 પેટ્રોલના લોંચિંગમાં વિલંબ કરશે
(એજન્સી) નવી દિલ્હી,તા.07:
કેન્દ્ર સરકારે સતાવાર રીતે દેશભરમાં લોન્ચ કરેલા E-20 પેટ્રોલ સામે જબરો હોબાળો શરૂ થયો છે. વર્તમાન ભાવે જ 20 ટકા ઈથેનોલ મિશ્રીત પેટ્રોલ લેવા લોકોને ફરજ પડી રહી છે. આ પ્રકારના 20 ટકા સુધી ઈથેનોલથી એક તરફ વાહનની એવરેજ ઘટવાની વ્યાપક ફરિયાદ રહે છે અને પહેલા તે દલીલ સ્વીકારવા ઈન્કાર કર્યા બાદ હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પણ સ્વીકાર્યુ છે કે E-20 પેટ્રોલથી વાહનોની એવરેજ ઘટી શકે છે. તો ઓટો નિષ્ણાંતો એ પણ ભય દર્શાવી રહ્યા છે કે, ઈથોનલના કારણે ખાસ કરીને 2013 પુર્વેના વાહનોના એન્જીનના રબ્બર સહિતના પાર્ટસને નુકશાન કાટ લાગી જવા વિગેરે ફરિયાદ આવશે.


