ઉના નગરપાલીકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પૂર્વ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ અને તેના પુત્ર ભાજપમાં જાેડાયા

પૂર્વ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ નગરસેવક રાજુભાઈ ગટેચા અને તેમના પુત્ર દેવલભાઈ ગટેચાને ઉષ્માભર્યો આવકાર અપાયો

ઉના નગરપાલીકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પૂર્વ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ અને તેના પુત્ર ભાજપમાં જાેડાયા

ઉના તા. ૧૬
ઉના નગરપાલિકાની ચૂંટણી યોજાય તે પહેલા જ પૂર્વ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ નગરસેવક રાજુભાઈ ગટેચા અને તેમના પુત્ર દેવલભાઈ ગટેચાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી વિધીવત રીતે ભાજપમાં જાેડાતા ઉનાનાં રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ બંને અગ્રણીઓને ભાજપનાં કાર્યકર્તાઓએ આવકારેલ છે.
તાજેતરમાં જ એટલે કે ગઈકાલે બનેલા એક ઘટનાક્રમમાં ઉનાનાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની વિકાસલક્ષી કામગીરીથી પ્રભાવિત થઈ ઉના શહેરનાં પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ નગરસેવક રાજુભાઈ ગટેચા અને તેમના પુત્ર દેવલભાઈ ગટેચાએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જાેડાતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનાં કાર્યાલય ખાતે ભાજપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ કોટેચા તથા લોહાણા સમાજનાં આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત ભાજપમાં પ્રવેશ મેળળ્યો હતો અને ઉપસ્થિત અગ્રણીઓએ તેઓને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. આ તકે રાજુભાઈ ગટેચાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જ ઉના શહેરમાં સોનાનો સૂરજ ઉગશે તેવી આશા વ્યકત કરી હતી. ઉના શહેરનાં સ્થાનિક રાજકારણમાં ભારે પલ્ટો આવી રહયો છે અને જેની સીધી અસર નગરપાલીકાની ચૂંટણીમાં જાેવા મળશે. ભાજપ માટે ઉજળા સંજાેગો સર્જાયા છે.