ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત : 45.5 ડીગ્રી તાપમાન સાથે ડીસા સૌથી ગરમ, અમદાવાદમાં 43.7 ડીગ્રી

ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત : 45.5 ડીગ્રી તાપમાન સાથે ડીસા સૌથી ગરમ, અમદાવાદમાં 43.7 ડીગ્રી

ડીસા તા.20
ગુજરાતમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત છે. આજે રાજ્યમાં 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર રહ્યું હતું. ડીસાના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 4.7 ડિગ્રીનો વધારો થયો હતો. છેલ્લા આઠ વર્ષમાં ડીસામાં મે મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે.
વિતેલા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ ગરમી અમદાવાદમાં રહી છે, અહીં ગરમીનો પારો 43.7°C નોંધાયો છે. જ્યારે રાજકોટમાં 43.6°C, ગાંધીનગરમા 43.2°C, અમરેલીમાં 43.1°C અને સુરેન્દ્રનગરમાં 43°C મહત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 43°C, ગાંધીનગરમાં 43°C, સુરતમાં 38°C, રાજકોટમાં 43°C, વડોદરામાં 42°C, અમરેલીમાં 42°C, ભૂજમાં 42°C અને ડીસામાં 42°C મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે.