‘બદલો લેવામાં આવશે - ભાગી શકો તો ભાગો’ : ઈરાને ધમકી આપી

‘બદલો લેવામાં આવશે - ભાગી શકો તો ભાગો’ : ઈરાને ધમકી આપી

(એજન્સી)          તહેરાન તા.૩૧
ઈરાની સંસદની નેશનલ સિક્યુરિટી કમિટીના પ્રમુખ ઈબ્રાહિમ અઝીઝીએ અમેરિકાને સીધી ચેતવણી આપી છે. લારક આઇલેન્ડ પાસે અમેરિકી હુમલાની નિંદા કરતા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "એકવાર ફરી અમારી તાકાતને પરખો અને ભારે કિંમત ચૂકવો. બદલો લેવામાં આવશે, ભાગી શકો તો ભાગી લો." અઝીઝીના નિવેદનથી સ્પષ્ટ છે કે તેહરાન અમેરિકી હુમલાનો જવાબ આપવાની તૈયારીમાં છે.
અમેરિકી હુમલા બાદ ઈરાને ખાડીમાં હાજર અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. જોર્ડન અને કતરમાં અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવતા મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હોવાનો રિપોર્ટ છે. રિપોર્ટ્સ અનુસાર, એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે અમેરિકી સેનાઓએ જોર્ડન તરફ આવી રહેલા ઈરાની જવાબી મિસાઈલ હુમલાને રોક્યો. અધિકારી અનુસાર ઈરાને મધ્યમ રેન્જની બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કરી હતી.