ભારતીયો પાસે ૮૮૦ ટન સોનાનો ભંડાર કિંમત રૂપિયા ૯.પ લાખ કરોડ !
અમેરીકા ચીન સહિતના ૧૦ દેશો કરતા પણ ભારતીય મહિલાઓ પાસે સોનાનો ભંડાર વધુ
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૪:
વૈશ્વિક તણાવ, યુદ્ધ અને આર્થિક અનિતિતાના આ સમયમાં સોનું કોઈપણ દેશ માટે સુરક્ષિત કવચ સમાન છે. આપણો ભારત દેશ પણ આ બાબતે ખૂબ સજાગ છે અને રિઝર્વ બેંક દ્વારા સોનાનો વિશાળ ભંડાર જાળવી રાખવામાં આવ્યો છે. જોકે, વર્ષ ૨૦૨૫માં ભારતની સોનાની ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
દુનિયાભરમાં જ્યારે આર્થિક ઉથલ પાથલ જોવા મળી રહી છે ત્યારે ભારતે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સોનાના ભંડાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સોનાની ભાગીદારી ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી છે.
ભારત પાસે હાલમાં સત્તાવાર રીતે આશરે ૮૮૦.૧૮ મેટ્રિક ટન સોનાનો ભંડાર છે. જો તેની બજાર કિમતની વાત કરીએ તો આ સોનાનું મૂલ્ય લગભગ ૧૧૩.૩૨ બિલિયન ડોલર અંદાજવામાં આવ્યું છે. ભારતીય રૂપિયામાં આ કિમત ૯.૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો વધીને ૧૬.૦૨ ટકા થઈ ગયો છે, જે છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી વધુ છે.


