ઉનાના ગાયત્રી માતાજીના મંદિરે યોજાતી ગરબીમાં ઉના પોલીસ સ્ટાફ અને શી ટીમે સમુહમાં આરતી ઉતારી
રાષ્ટ્ર ગીત ગાઈ માતાજીની ભક્તિ સાથે દેશ ભક્તિ વ્યકત કરી
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ૧૭
ઉના શહેરમાં શિક્ષક સોસાયટી આગળ આવેલ વેદ માતા ગાયત્રી માતાજીનું મંદિર આવેલ છે છેલ્લા ૩૫ થી વધુ વર્ષથી મંદિરના સંકુલમાં ગાયત્રી ગરબી મંડળ દ્વારા નવરાત્રીના નવે નવ દિવસ ગરબી યોજાય છે. જેમાં લોકો પ્રાચીન માતાજીના ગરબા ઉપર રાસ રમે છે.
નવરાત્રીના પાંચમાં નોરતે ઉના પોલીસ સ્ટેશનનો સ્ટાફ તમામ ગરબી મંડળના બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં ઉનાના પી.એસ.આઈ. બોરીચા, એ. એસ. આઈ. પરમાર, મહિલા એ.એસ.આઈ. વિલાસબેન અને ઉના પોલીસ સ્ટેશનની સી ટીમની બહેનો ગાયત્રી માતાજીના મંદિરના સંકુલમાં યોજાતી ગાયત્રી ગરબી મંડળની ગરબીએ પહોચી સમુહ આરતીમાં ભાગ લઇ ૧૦૮ દીવડાની આરતી ઉતારી હતી. આરતી પૂર્ણ થયા બાદ રાષ્ટ્ર ગીતનું ગાન કરી દેવી માતા અને રાષ્ટ્ર માતાની ભક્તિ કરી હતી અને ગરબા લીધા હતા.


