જૂનાગઢમાં સરકારી જીલ્લા પુસ્તકાલય ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની થયેલ ઉજવણી

જૂનાગઢમાં સરકારી જીલ્લા પુસ્તકાલય ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની થયેલ ઉજવણી

જૂનાગઢ તા. ૧૭
બંધારણનાં ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩પમી જન્મ જયંતિની સર્વત્ર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢમાં સરકારી જીલ્લા પુસ્તકાલય ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલ તા. 16-4-26ના રોજ સરકારી જીલ્લા પુસ્તકાલય ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. ગ્રંથપાલ પ્રકાશ જી. મહીડા દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પુસ્તકાલયમાં વાંચન માટે આવતા ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ડો. બાબાસાહેબ આંબેડકરનાં જીવન કવન વિષે પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ હતું. તેમજ કેક કાપી અને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પારૂલબેન પરમાર દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ તેમના દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરનાં યોગદાન અંગેની ગીત રચના પોતાની આગવી શૈલીમાં રજુ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ શુરીલા સ્વર સાથેની ગીતની રચના સાંભળી અને મંત્રમુગ્ધ થયા હતાં.