ઉનામાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ત્રણ દિવસનો ગરબા ઉત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧૬
શારદીય નવરાત્રી નિમિતે શ્રી ઉના તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ત્રણ દિવસનો ગરબા ઉત્સવ તા.૧૧-૧૦થી ૧૩/૧૦ સુધી ઉનામાં આવેલ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ ર્બોડિંગના સંકુલમાં યોજવામાં આવેલ હતો. ગરબા ઉત્સવનો પ્રારંભ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ પૂનમબેન રત્નેશભાઈ જોશી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઈ કે. જોશી, સમુહ લગ્ન, જનોઈ સમિતિ, બ્રહ્મકર્મચારી મંડળ, પરશુરામ યુવા સંસ્થાન, ઉન્નતપુરમ સંસ્કૃત વિદ્યાલયના હોદેદારોએ માતાજીના સાનિધ્યમાં ગરબો મૂકી સમૂહમાં આરતી કરી હતી. ત્રણે દિવસ ઉના શહેર અને તાલુકા ભરમાંથી બ્રહ્મસમાજના ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહી રાસ અને ગરબા લઇ માતાજીની આરાધના અને ભક્તિ કરી હતી. ત્રણે દિવસ દાતાઓ તરફથી પ્રસાદ અને નાસ્તો આપવામાં આવેલ હતો. તેમજ દાતાઓ દવારા આપવામાં આવેલ શૈક્ષણિક કીટ હાજર રહેલ બાળકોને આપી પ્રોત્સાહન આપેલ હતું. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા તા.૨૪-૧૦-૨૬ને શનિવારે રાત્રીના આઠ કલાકે શરદ પૂનમનો રસોત્સવ પણ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ ર્બોડિંગના સંકુલમાં યોજશે તો તમામ બ્રહ્મ સમાજ સહ પરિવાર પધારવા નિમંત્રણ આપેલ છે.



