જૂનાગઢના ઝાંઝરડા રોડની શ્રી વૈભવ લક્ષ્મી ગરબી મંડળ ખાતે પ્રાચીન ગરબીનુ સુંદર આયોજન
જૂનાગઢ, તા.૧૬
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે પરંપરાગત રીતે આ વર્ષે પણ પ્રાચીન ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અનેક વર્ષોથી સતત વૈભવ લક્ષ્મી માતાજીના સાનિધ્યમાં લતાવાસીઓ દ્વારા આ ગરીબી નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કુલ ૨૨૦ દીકરીઓએ ગરબીમાં ભાગ લીધો છે અને દરરોજ રાત્રે જગદંબા સ્વરૂપા તમામ દીકરીઓ ચાચર ચોકમાં રાસ રમીને માતાજીની આરાધના કરે છે. આ બાબતે આયોજન મંડળે જણાવ્યું હતું કે હાલ અર્વાચીન દાંડિયા રાસની દેખાદેખીએ માજા મુકી છે. ત્યારે પ્રાચીન રાસની આપણી પરંપરાને જીવંત જ રાખવા માટે અમારો પ્રયાસ કાયમ રહેશે અને પ્રાચીન ગરબીની પરંપરા વિશરાય નહિ તે માટે અમારા દ્વારા લોકજાગૃતિની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દાતાઓ દ્વારા દરરોજ દીકરીઓને લ્હાણી આપવામાં આવે છે. અંતિમ દિવસે ગરબી મંડળ તરફથી પણ દીકરીઓને લ્હાણી આપવામાં આવે છે. આ ગરબી ને નિહાળવા માટે હજારો ભાવિકો દરરોજ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.


