જૂનાગઢમાં એનસીસી કેમ્પસમાં ઘુસી ગયેલ દારૂડીયાએ મહીલા પોલીસ કર્મીઓને ધાકધમકી આપી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. 29
જૂનાગઢમાં એનસીસી બટાલીયન કેમ્પમાં ઘુસી દારૂ પીધેલી હાલતમાં આવેલા કલાર્કે મહીલા પોલીસ કર્મીઓને ધમકી આપી અને સુબેદારને પણ ગાળો દીધી હતી. આ બનાવ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ કામના આરોપી શખ્સની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં બિલખા રોડ રામ નિવાસ ખાતે આવેલા ગુજરાત એનસીસી બટાલીયનમાં સુબેદાર તરીકે નોકરી કરતા સંતોષ રામચંદ્ર સીંદે (ઉ.વ. 49)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામના આરોપી કેતનભાઈ મનુભાઈ સાગર રહે. મેઘાણીનગર જૂનાગઢવાળો પાસ પરમીટ વગર દારૂ પીને રાત્રીના સમયે એનસીસી કેમ્પસમાં દિવાલ કુદી અને ગેરકાયદેસર પ્રવેશ કરી મહીલા પોલીસ કર્મી સાથે ભુંડી ગાળો બોલી ધાકધમકી આપી તથા એનસીસી બટાલીયનના સુબેદાર ફરીયાદીને પણ ભુંડી ગાળો આપી ગુનો કર્યા અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે આ કામના આરોપી વિરૂધ્ધ વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં હે.કો. ડી.એ. કરગટીયા ચલાવી રહયા છે.


