મહારાષ્ટ્રનાં પીંપરી ચિંચવડમાં લઠ્ઠાકાંડ : 7નાં મોત - ત્રણ ગંભીર

મહારાષ્ટ્રનાં પીંપરી ચિંચવડમાં લઠ્ઠાકાંડ : 7નાં મોત - ત્રણ ગંભીર

(એજન્સી) પુણે તા. 29
મહારાષ્ટ્રનાં પીપરી ચિંચવડ મહાનગરપાલિકા વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાના અહેવાલો છે. પ્રારંભીક અહેવાલો મુજબ ઝેરી દારૂ પીવાથી 7 લોકોનાં મોત થયા હોવાનું અને અન્ય ત્રણ વ્યકિત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ઝેરી દવા વેચાણનાં સંદર્ભમાં મહારાષ્ટ્ર પોલીસે 7 વ્યકિતની ધરપકડ કરી છે. દારૂ પીધા બાદ ટોપટપ 7 લોકોનાં મોત થતાં હાહાકાર મચી ગયો છે. જેમાં લઠ્ઠાકાંડની શંકા સેવાઈ રહી છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે.