બિહારનાં પશ્ચિમ ચંપારણમાં મિયાઝાકી કેરી માટે રૂા. 18000ની બોલી લાગી
પશ્ચિમ ચંપારણ તા.29
બિહારના આ જિલ્લામાં હાલમાં મિયાઝાકી કેરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. જાપાનના મિયાઝાકીમાંથી આવેલી આ કેરી હાલમાં ચંપારણના લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ અઢી લાખ રુપિયે કિલો સુધી વેચાતી આ કેરીની ખરીદી કરવા લોકો બોલી પણ લગાવે છે. પશ્ચિમ ચંપારણ જિલ્લાના મુખ્યાલય બેતિયામાંથી આવો જ એક રોમાંચક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મિયાઝાકી વેરાયટીની આ એક કેરીની ખરીદી કરવા માટે 15થી 18 હજાર રુપિયા સુધીની બોલી લાગી હતી.


