શ્રાવણ માસના બિજા સોમવારના દ્વાદશ જયોતિલીંગ નાગેશ્વર મહાદેવનું મંદિરે વહેલી સવારે મહા આરતીમાં શિવ ભક્તો ઉમટ્યા
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.રપ
યાત્રાધામ દ્વારકાથી ૧૬ કિમી દુર આવેલ દ્વાદશ જયોતિલીંગ દારૂકાવન નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બિજા સોમવારે વહેલી સવારે છ વાગ્યે મહા આરતીમાં જયોતિલીંગ હર હર મહાદેવ નાદથી ગુંજી ઉઠયું હતું. વહેલી સવારે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા હતા. ભક્તોએ શિવલીગ ને દુધ અભિષેક જળઅભિષેક, બિલીપત્રો ચડાવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમિયાન હજારો શિવ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


