અમેરીકા - ચીન વચ્ચે નવેસરથી ટ્રેડ વોર ફાટી નીકળવાનાં એંધાણ

અમેરીકા - ચીન વચ્ચે નવેસરથી ટ્રેડ વોર ફાટી નીકળવાનાં એંધાણ

(એજન્સી)  વોશિંગ્ટન,તા.૨૫
અમેરિકા અને ચીન વચ્ચે ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની માલ પર વધારાનો ૭.૫ ટકા ટેરિફ લાદવાની તૈયારી કરી છે. જાેકે, હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આવતા મહિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ એક શિખર સંમેલન માટે અમેરિકા પહોંચશે, જ્યાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ બેઠક પહેલા, અમેરિકાએ નવી ટ્રેડવોર શરૂ કરી દીધી છે.
અમેરિકા ચીન પર નવા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે. આવતા મહિને શી જિનપિગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પહેલાં, અમેરિકા ચીનથી આયાત થતી વસ્તુઓ પર ૭.૫% ટેરિફ લાદવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ પગલાથી ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલા ટેરિફ લગભગ ૨૦% સુધી વધશે.
બેઇજિગે પહેલેથી જ કહ્યું છે કે પહેલાથી જ લાગુ ટેરિફ વોશિગ્ટન સાથેના વેપાર કરાર અનુસાર છે. આ નવા ટેરિફ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલા અન્ય ટેરિફ ઉપરાંત હશે અને બિડેન વહીવટ હેઠળ ચાલુ રહેશે. નિષ્ણાતો માને છે કે જાે બેઇજિગ ટેરિફ સાથે બદલો લેશે, તો એક નવું વેપાર યુદ્ધ શરૂ થઈ શકે છે. નવા ટેરિફને ટ્રમ્પ દ્વારા તેમના સંરક્ષણવાદી વેપાર એજન્ડાને ફરી શરૂ કરવાના પગલા તરીકે જાેવામાં આવે છે, કારણ કે સુપ્રીમ કોર્ટે ચીન અને ડઝનબંધ અન્ય દેશોના ઉત્પાદનો પર ટ્રમ્પના અગાઉના આયાત કરને રદ કર્યો છે.