સીજેપીના સ્થાપક અભીજીત દિપકેની ધરપકડ કરાઈ : આજે કોર્ટમાં રજુ કરાશે
છેલ્લા ૮ દિવસમાં બીજીવાર દિપકેની ધરપકડ થઈ એકટીવીસ્ટ નેહા બોરાની અટકાયત બાદ મુક્તિ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૭
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને આજે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
દીપકેને શુક્રવારે કનોટ પ્લેસમાં ‘લહેરા દો તિરંગા’ રેલી પહેલાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. છેલ્લા ૮ દિવસમાં દીપકે વિરુદ્ધ આ બીજી વખત કાર્યવાહી છે. આ પહેલાં ૧૦ ઓક્ટોબરે તેમને દિલ્હી એરપોર્ટ પર વિમાનમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બીજા દિવસે તેઓ મુક્ત થઈ ગયા હતા.
આ જ મામલે AISA અધ્યક્ષ નેહા બોરા સહિત આશરે ૧૫૦ લોકોને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે શનિવારે સવારે આશરે ૫ાંચ વાગ્યે બોરાને મુક્ત કરી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ અધિનિયમની કલમ ૬૫ હેઠળ કસ્ટડી સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ તેમને છોડવામાં આવ્યા હતા.


