અધિક માસ નિમિત્તે ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં અનેકવિધ ઉત્સવોના આયોજનો
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા. 29
ખંભાળિયામાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 ની બેઠક ખાતે હાલ અધિક માસને અનુલક્ષીને અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી રવિવાર તા.31 મીના રોજ નિકી લાગત શરદ ઉજિયારી (રસોત્સવ), સોમવાર તા.1ના રોજ આમ્ર કુંજ, મંગળવાર તા.2ના રોજ કુંજ મે મચક ઝૂલા ઝૂલે, બુધવાર તા.3ના રોજ શીતલ ખસ ખાનો સુહાનો (અક્ષય તૃતીયા), ગુરુવાર તા.4ના રોજ બગીચામાં સુકા મેવાના હિંડોળા, શુક્રવાર તા.5ના રોજ ગુલાલ કુંડ સહિતના અનેકવિધ દર્શનો યોજવામાં આવ્યા છે. પુરુષોત્તમ માસના અંત સુધી તારીખ 15 જૂન દરમિયાન દરરોજ યોજવામાં આવેલા આ આયોજનોમાં દરરોજ સાંજે 6 થી 7:30 સુધી વિવિધ દર્શનોનું તેમજ સાંજે 7:15 વાગ્યે આરતી વિગેરેનો લાભ લેવા સર્વે વૈષ્ણવ ભાઈઓ-બહેનોને બેઠકજીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


