સોમનાથ મંદિરની મુલાકાતે રાજયના એડીશ્નલ જનરલ ઓફ પોલીસ
સોમનાથ ખાતે સ્થપાનાર રાજયના મોડલ સમા ટુરીસ્ટ પોલીસ સ્ટેશનના પ્રસ્તાવિત સ્થળનું નિરીક્ષણ-સમીક્ષા કરી
(પ્રતિનિધિ દ્વારા) પ્રભાસ-પાટણ તા.11
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર દેશનું આઈકોનીક અને બેસ્ટ ડેસ્ટીનેશન જાહેર થયા પછી અનેકવિધ વિકાસો હાથ ધરાયા છે. રાજયના એડીશનલ જનરલ ઓફ પોલીસ ગગનદિપ ગંભીરે આ અંગે સોમનાથ મંદિરની તેમજ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ટુરીસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનના પ્રભાવિત અને સ્થાપના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. બનનારૂ આ પોલીસ સ્ટેશન દેશ-વિશ્વના યાત્રિઓ સોમનાથની મુલાકાત લઈ સુરક્ષા-સલામતી-સારો નમ્ર સ્વભાવ અને પોલીસની સેવાઓ નાગરિક લક્ષી બને તેના મોડલ રૂપ હશે. આ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોનો યુનિફોર્મ પણ કોર્પોરેટ કક્ષાનોર હશે અને જરૂરત પડયે યાત્રિકોને પૂછપરછમાં જાણકારી પણ આપશે.
રાજયમાં આવા ત્રણથી ચાર પોલીસ સ્ટેશનો બનનાર છે. જેમાં સોમનાથ, દ્વારકા અને અંબાજીનો સમાવેશ થાય છે. ગગનદિપ ગંભીર એમફીલના અભ્યાસ હાલ ગાંધીનગર ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એડમીસ્ટ્રેશન તરીકે કાર્યરત છે.


