આખરી ચેતવણી : ૩૧ માર્ચ સુધી સુધારેલું રીટર્ન નહીં ભરનારને ર૦૦ ટકા સુધી દંડ થશે
(એજન્સી) મુંબઈ,તા.૨૭:
ભારતના આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે પોતાની ભૂલો સુધારવાની અને બાકી રહેલો ટેક્સ ભરવાની એક મહત્વપૂર્ણ તક પૂરી થવા જઈ રહી છે. જો તમે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ માટે હજુ સુધી તમારું આયકર રિટર્ન ફાઈલ નથી કર્યું અથવા તેમાં કોઈ વિગતો દર્શાવવાની રહી ગઈ છે, તો ૩૧ માર્ચ ૨૦૨૬ એ તમારા માટે કરદાતાઓ માટે છેલ્લી છે. આ તારીખ વીત્યા બાદ કરદાતાઓ પાસે સુધારાનો કોઈ વિકલ્પ રહેશે નહીં અને સીધી કાયદાકીય નોટિસનો સામનો કરવો પડી શકે છે. આવકવેરા કાયદા હેઠળ અપડેટેડ રિટર્ન‘ (ITR-U) ની જોગવાઈ કરાઈ છે. આ સુવિધા એવા લોકો માટે છે જેઓ અગાઉં રિટર્ન ભરવાનું ચૂકી ગયા હોય અથવા જેમણે પોતાની આવકની સાચી માહિતી આપી ન હોય. આ પ્રાવધાનનો ઉપયોગ કરીને કરદાતા પોતાની વધારાની આવક જાહેર કરી શકે છે અને તેના પર લાગુ પડતો યોગ્ય ટેક્સ ભરી શકે છે. જો ૩૧ માર્ચ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે, તો કાયદાકીય પગલામાં કરદાતા આવી શકે છે.


