અદાલતો સામે જનતાનો વિશ્વાસ જાળવી રાખવાનો પડકાર : ચીફ જસ્ટીસ
નવી દિલ્લી, તા.24
ભારતના મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતે જણાવ્યું હતું કે, આજના સમયમાં ન્યાયપાલિકા સામે સૌથી મોટો પડકાર અદાલત પર સામાન્ય જનતાનો ભરોસો જાળવી રાખવાનો છે.તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ પડકારનું એકમાત્ર સમાધાન જજોનું જ્ઞાન, તેમની ઈમાનદારી અને નિષ્પક્ષ અને ઝડપથીન્યાય આપવાની પ્રતિબદ્ધતા છે.
મોસ્કોમાં ભારતીય સુપ્રિમ કોર્ટ અને રશીયન સંઘની સુપ્રિમ કોર્ટ વચ્ચે વાતચીતની શરૂઆત કરતી વખતે મુખ્ય ન્યાયાધીશે આ વાત કહી હતી. આ તકે રશીયાની સુપ્રિમ કોર્ટનાં ચેરમેન ઈગોર કાસ્નોવ પણ હાજર હતા. ચીફ જસ્ટીસ સુર્યકાંતે બદલાતા સમયમાં ટેકનીક અને એઆઈની ભુમિકા પર પર પણ ખુલીને ચર્ચા કરી તેમણે કહ્યું હતું કે ટેકનીક અદાલતોનું ક્ષેત્ર અને તેની પહોંચ વધારી શકે છે. પરંતુ ન્યાયની ગુણવતા અંતે તો જજોની સમજદારી ઈમાનદારી અને તેના સમર્પણથી નકકી થાય છે.


