કેનેડાના ઓન્ટારીયો પ્રાંતમાં આગ લાગતા એક ભારતીય સહિત પાંચના મોત

કેનેડાના ઓન્ટારીયો પ્રાંતમાં આગ લાગતા એક ભારતીય સહિત પાંચના મોત

(એજન્સી)           ટોરોન્ટો,તા.૨૯
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ભીષણ આગ લાગવાથી એક ભારતીય નાગરિક સહિત પાંચ લોકોના મોત થયા છે. ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે, તેમણે આગથી પ્રભાવિત લોકોના પરિવારોનો સંપર્ક કર્યો છે. ભારતીય દૂતાવાસ અસરગસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યું છે.