કેન્દ્ર સરકારે અદાણી વિશેના 138 youtube વીડિયો અને 83 instagram પોસ્ટને દૂર કરવાનો આદેશ આપ્યો
નવી દિલ્હી, તા.ર૧
જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશેના તમામ બદનક્ષી ભર્યા લખાણો અને પોસ્ટ હટાવી દેવા માટે તમામ સમાચાર એપ અને પ્લેટફોર્મ અને તમામ પત્રકારોને કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યો છ.
અને આ આદેશના સમર્થનમાં છઠ્ઠી સપ્ટેમ્બરના દિલ્હી હાઇકોર્ટના હુકમને ટાંકવામાં આવ્યો છે. અદાણીને લગતી youtube ઉપરથી ૧૩૮ જેટલી વીડિયો પોસ્ટ અને લખાણો તથા ૮૩ instagram પોસ્ટ હટાવી દેવા માટે કેન્દ્ર સરકારે તમામ એપ તથા ન્યૂઝ પોર્ટલ અને ફુલ પ્લેટફોર્મને તથા પત્રકારોને આદેશ આપ્યો છે. સમાચાર પ્લેટફોર્મ ન્યૂઝ લોન્ડ્રી, ધ વાયર, એચ ડબલ્યુ ન્યુઝને નોટિસો આપવામાં આવી છે જ્યારે કન્ટેન્ટ ક્રિએટર એટલે કે સમાચારોનું વિશ્લેષણ કરતા પત્રકારો પરંજય ગુહાડ ઠાકુરતા, અજીત અંજુમ, રવીશકુમાર, આકાશ બેનર્જી અને ધ્રુવરાઠીને પણ નોટિસ અપાઈ છે અને અદાણી અંગેના તમામ લખાણો અને પોસ્ટ કાઢી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેટા અને googleને પણ નોટિસો આપવામાં આવી છે. Instagramની અદાણીને લગતી ૮૩ પોસ્ટ સહિત youtube ઉપરના અદાણી અંગેના ૧૩૮ વીડિયો કાઢી નાખવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ તમામ પોસ્ટમાં અદાણીને લગતા કટાક્ષભર્યા વીડિયોનો સમાવેશ થાય છે અને જાેગાનુજાેગ ઉલ્લેખ થયો હોય અને અકસ્માતે અદાણીનો ઉલ્લેખ થયો હોય એવા તમામ પોસ્ટ અને લખાણ પણ કાઢી નાખવાનું સૂચવવામાં આવ્યું છે અને હુકમ કરીને નોટિસ આપવામાં આવી છે.
નોટિસમાં દિલ્હી કોર્ટના આદેશને દર્શાવવામાં આવ્યો છે. દિલ્હીની અદાલતે અદાણી વિશે કોઈપણ પ્રકારના બદનક્ષી કરતા લખાણને પ્રસિદ્ધ કરવાથી દૂર રહેવા માટે પાંચ પત્રકારો અને ત્રણ વેબસાઈટને આદેશ આપ્યો છે. સિનિયર પત્રકાર પરંજય ગુહા ઠાકુરતાએ તો દિલ્હીની રોહિણી કોર્ટમાં હાજરી આપી નહોતી અને જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝ બદનક્ષી કેસમાં તેઓ હાજર રહી શકે તેમ નથી કેમકે એમને અદાણી પાવરના એક અલગ બદનક્ષી કેસમાં રાજસ્થાનની એક અદાલતમાં હાજરી આપવાની છે. રાજસ્થાનના બરાન જિલ્લાની એક ગ્રામ્ય અદાલતમાં આ કેસ થયો છે. ગુહા ઠાકોરતાની અદાણીને લગતા કેસમાં કોર્ટમાં આ પાંચમી હાજરી હશે એવું તેમણે જણાવ્યું હતું. આસામની સરકારે પણ અદાણીને લગતા કેસમાં પત્રકાર અભિશાર શર્મા સામે કેસ દાખલ કર્યો છે.
એવું તેમણે જણાવ્યું હતું. અદાણી જૂથ દ્વારા અદાલતમાં કેસો દાખલ કરીને એવો દાવો કરવામાં આવ્યો છે કે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા વીડિયો અને લખાણ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે અદાણી જૂથને અબજાે રૂપિયાનું નુકસાન થયું છે.


