એરફોર્સ ચીફ એપી સિંહનો મોટો ખુલાસો, પાકિસ્તાનના પાંચ F-16 અને JF-17 ફાઇટર જેટ થયા તબાહ
પહેલગામ હુમલા માટે પાકિસ્તાને ભારે કિંમત ચુકવવી પડી : ઓપરેશન સિંદૂરને ઈતિહાસમાં યાદ કરાશે : અમે ૩-૪ દિવસમાં યુદ્ધ પૂરૂ કર્યું : એરફોર્સ ચીફ
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૪
ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર દરમિયાન તેની ઓકાત દેખાડી દીધી હતી, પરંતુ પાક પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ ખોટું બોલવાનું છોડી રહ્યા નથી. ભારતીય વાયુસેનાના પ્રમુખ એપી સિંહે પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. તેમણે મોટો ખુલાસો કરતા કહ્યુ કે ભારતીય સેનાએ પાકિસ્તાનના ૪-૫ ફાઇટર જેટ ધરાશાયી કર્યાં હતા. પાકિસ્તાને આ ઓપરેશન દરમિયાન ભારે કિંમત ચુકવવી પડી છે.
એરફોર્સ ચીફ એપી સિંહે કહ્યુ- પહેલગામ હુમલા માટે પાકિસ્તાને ભારે કિંમત ચુકવવી પડી. ઓપરેશન સિંદૂરને ઈતિહાસમાં યાદ કરવામાં આવશે. અમે ૩-૪ દિવસમાં યુદ્ધ પૂરૂ કર્યું. દુનિયાએ ભારત પાસેથી શીખવું જાેઈએ કે યુદ્ધને કઈ રીતે ખતમ કરી શકાય છે. અમે પાકિસ્તાનની સરહદની અંદર ૨૦૦ કિલોમીટર સુધી વાર કર્યો. અમારી જમીનથી માર કરનારી મિસાઇલ અચૂક અને અભેદ હતી. આ દરમિયાન પાકિસ્તાનના સામાન્ય લોકોને કોઈ નુકસાન થયું નહીં.
એપી સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન પર કહ્યુ, અમારી સેનાએ પાકિસ્તાનના ૪-૫ ફાઇટર જેટ પાડી દીધા. તેમાં JF-16 સામેલ હતું. ગુપ્ત રિપોર્ટ પ્રમાણે અમે પાકની મિસાઇલ સિસ્ટમને પણ ભારે નુકસાન પહોંચાડ્યું. તેની ૪ રડાર સિસ્ટમ, ૨ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને મોટી સંખ્યામાં એરફીલ્ડને નુકસાન પહોંચ્યું છે. તેના હેંગર્સમાં ઉભેલા C-130 ને પણ તબાહ કરી દેવામાં આવ્યું.
તેમણે કહ્યું, "ઓપરેશન સિંદૂર દ્વારા અમે વાયુ શક્તિ વિશે શીખ્યા, અને અમને સમજાયું કે આપણે કેટલી હદ સુધી પ્રહાર કરી શકીએ છીએ. વાયુ શક્તિની સુસંગતતા અકબંધ રહેવી જાેઈએ. હું અમારા બધા દેશવાસીઓને વચન આપું છું કે જ્યારે પણ ભારતીય વાયુસેનાની જરૂર પડશે, ત્યારે અમે અમારી જવાબદારી સારી રીતે નિભાવીશું. જાે તેઓ (પાકિસ્તાન) વિચારશે કે તેમણે અમારા ૧૫ ફાઇટર જેટ તોડી પાડ્યા છે, તો તેમને વિચારવા દો. આગલી વખતે જ્યારે તેઓ અમારી સાથે લડવા આવશે, ત્યારે તેઓ એવું વિચારીને આવશે કે તેઓ ૧૫ ઓછા ફાઇટર જેટ લડશે. તેમની વિચારસરણી પરીકથાઓ જેવી છે."વાયુસેનાના વડા એપી સિંહે કહ્યું કે, "પહલગામ હુમલા માટે પાકિસ્તાને ભારે કિંમત ચૂકવી હતી. ઓપરેશન સિંદૂરને ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે. અમે ૩-૪ દિવસમાં યુદ્ધ પૂર્ણ કર્યું હતું. વિશ્વએ ભારત પાસેથી શીખવું જાેઈએ કે, યુદ્ધનો અંત કેવી રીતે કરવો. આપણે પાકિસ્તાની ક્ષેત્રમાં ૨૦૦ કિલોમીટર અંદર હુમલો કર્યો હતો. આપણી જમીનથી પ્રહાર કરતી મિસાઇલો અત્યંત સચોટ અને અભેદ્ય હતી. આમાં કોઈ પણ સામાન્ય પાકિસ્તાની લોકોને કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી."
ઉલ્લેખનીય છે કે, પહલગામમાં આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો હતો. સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સોથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે પાકિસ્તાની સેનાએ દખલ કરી ત્યારે તેને પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.


