ગાંધીનગરમાં તમામ ધારાસભ્યોને નવા સદસ્ય નિવાસના ફ્લેટ ફળવાયા
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે લક્ઝરીયસ ફ્લેટનું કર્યું હતું લોકાર્પણ
ગઈ 17 ઓક્ટબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા નિયુક્ત થયેલા તમામ મંત્રીઓને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલાઓની ફાળવણી10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે. આ મંત્રીઓને બંગલાની પણ ફાળવણી કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.
માર્ગ અને મકાન વિભાગની યાદી મુજબ કુલ 25 મંત્રીને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલા ફાળવવામાં આવ્યા છે. નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ યાદીમાં બંગલો નં. 43 ફાળવાયો છે, જે સંકુલના અંતિમ ખૂણામાં આવેલો છે. બીજી તરફ રીવાબા જાડેજાને સૌથી મુખ્ય સ્થાન ધરાવતા રાજભવન સામેના બંગલો નં. 12Aમાં રહેવા માટે ફાળવણી કરવામાં આવી છે, જોકે કાંતિ અમૃતિયાને 33 નંબરનો બંગલો ફાળવ્યો છે.







