ગિરનાર ઓઘડ ટૂંક પર જૈન ધજા ફરકાવનાર આરોપીની ધરપકડ

ગિરનાર ઓઘડ ટૂંક પર જૈન ધજા ફરકાવનાર આરોપીની ધરપકડ

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલી ચોથી ટૂંક એટલે કે 'ઓઘડ ટૂંક' પર ધાર્મિક ધ્વજ લહેરાવવા અને સૂત્રોચ્ચાર કરવાના વિવાદમાં પોલીસે ભવનાથ તળેટીમાં રૂપાયતન પાસે રમકડાની દુકાન ધરાવતા અનુરાગ નેમિચંદભાઈ જૈન નામના શખ્સને ઝડપી પાડ્યો છે.
જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે વાઇરલ વીડિયોના આધારે તપાસ કરતા ભવનાથમાં જ રહેતા અનુરાગ નેમિચંદભાઈ જૈનની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ એક ગુનાહિત કાવતરું હતું અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.ગિરનાર કે ભવનાથની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ અસામાજિક તત્વોને સાંખી લેવામાં આવશે નહીં.