ગ્રીન કવર વધારવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાતની ૧૮૫ નદીઓના બંન્ને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરાશે: વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યસરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં આવેલ 185 નદીઓના કાંઠાની જમીનની માપણી કરી તે જમીનનો ઉપયોગ ગ્રીન કવર - વૃક્ષ ઉછેર માટે કરવાનો રહેશે તેમજ વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સીમાંકન કરીને કાર્યક્ષેત્ર જમીનની ઓળખ કરી આવી જમીનના રક્ષણ તેમજ જાળવણીની જવાબદારી વનવિભાગની રહેશે તેમજ તે જમીન પર કોઈ દબાણ હશે તો તે દૂર કરવાની સત્તા પણ વનવિભાગ પાસે રહેશે. જમીનની પસંદગી જેતે જિલ્લા કલેકટરની કચેરી દ્વારા કરવામાં આવશે.


