ગોંડલ નજીક યાત્રાળુ બસ પલ્ટી જતાં બે મહિલાના મોત : પાંચ ગંભીર, 25 ઈજાગ્રસ્ત

ગોંડલ નજીક યાત્રાળુ બસ પલ્ટી જતાં બે મહિલાના મોત : પાંચ ગંભીર, 25 ઈજાગ્રસ્ત

(બ્યુરો)     ગોંડલ, તા. 25 :
ગોંડલ નજીક વોરાકોટડા રોડ ઉપર વહેલી સવારે પાંચ કલાકે બગદાણા થી ગોંડલ આવી રહેલી GJ 18 U 9985 નંબર ની લકઝરી બસ રોડ પર થી પલટી ખાઇ જતા સર્જાયેલ અકસ્માતમાં વોરાકોટડા રોડ પર રહેતા સાસુ-વહુનું ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.જ્યારે રપ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા.
બનાવ નાં પગલે દોડી આવેલી તાલુકા પોલીસે બસનાં ડ્રાઇવર ની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.મળતક તથા ઇજાગ્રસ્તોને ઇમર્જન્સી 108 મારફત તુરંત ગોંડલ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ પવિત્ર અધીક માસ ચાલતો હોય ગોંડલનાં વોરાકોટડા રોડ પરનાં રહેણાંક વિસ્તારની મહીલાઓ બગદાણા સહિત ધામિર્ક સ્થળોનાં પ્રવાસે લકઝરી બસ બાંધી ગઈ હતી.