ગીર સોમનાથ જીલ્લા સેવા સદન ખાતે SEIAAની બેઠક યોજાઈ
મંજુરી બાદની શરતોનું પાલન અને મોનીટરીંગ જરૂરી : એચ.કે. દાસ
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. રપ
ગીર સોમનાથ જીલ્લા સેવા સદન ખાતે SEIAAની બેઠક યોજાઈ યોજવામાં આવી હતી. આ બેઠકમાં પર્યાવરણ સંવર્ધન સાથે વિકાસની બાબતો અંગે મંથન કરવામાં આવ્યું હતું. માઈનીંગ, વન્યપ્રાણી સંરક્ષણ અને પર્યાવરણ મંજુરી મુદે પણ ચર્ચા કરવામાં આવી હતી. મંજુરી બાદની શરતોનું સતત પાલન અને મોનીટરીંગ જરૂરી છે તેમજ પર્યાવરણ સંવર્ધન સૌની સામુહિક જવાબદારી છે તેમ SEIAA અધ્યક્ષ એચ.કે. દાસ દ્વારા જણાવાયું હતું. ડીસ્ટ્રીકટ સર્વે રીપોર્ટ અને પરમશીન ભંગ સામે કાર્યવાહી કરવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ગીર સોમનાથ જીલ્લાનાં કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.


