જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

જૂનાગઢ,તા.12
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા તારીખ 11 મે ના રોજ કચેરી ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું.આ ભરતીમેળામાં જૂનાગઢ જિલ્લાના 2000થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા.
જેમાંથી કુલ 60 થી વધુ ઉમેદવારો હાજર રહેલ હતા. આ ભરતીમેળામાં ઉપસ્થિત તમામ નોકરીદાતાઓ દ્વારા ખાલી રહેલ જગ્યા તેમજ મહેનતાણુ અન્ય લાભો અને સુવિધાઓથી માહિતગાર કર્યા હતા. સી.વી.એમ કંપની ગાંધીગ્રામ જુનાગઢ, ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંસ કંપની જૂનાગઢ બ્રાંચ, રેડિયન્ટ સર્વિસ જૂનાગઢ તથા સી.એસ.સી. સેન્ટર જૂનાગઢ આ કુલ ચાર નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જેમાં હાજર રહેલ પૈકી 46 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, તથા આ કંપનીઓ દ્વારા બિજા રાઉન્ડ માટે ઉમેદવારોને કંપનીખાતે બોલાવવામાં આવશે, તદ્દઉપરાંત રોજગાર કચેરીના કર્મચારી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને મોટીવેશન આપી કારકિર્દી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.